દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

દેશ | સમાચાર : દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને સીબીઆઈની વિશેષ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા

New Update
CM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી ઓછી થતી દેખાતી નથી. દિલ્હી લિકર પોલિસી કેસમાં તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને સીબીઆઈની વિશેષ અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ દિલ્હીના મુખ્યમંત્રીની 3 દિવસની સીબીઆઈ કસ્ટડી સમાપ્ત થયા બાદ તેમની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી હતી. રાઉઝ એવન્યુની વિશેષ સીબીઆઈ કોર્ટે અરવિંદ કેજરીવાલને 12 જુલાઈ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલી દીધા છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને ત્રણ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ત્યારે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરવામાં આવી રહેલી દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કસ્ટડીમાં હતા.

 

Latest Stories