Connect Gujarat
દેશ

દિલ્હી : સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી EDની ટીમ

દિલ્હી : સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી EDની ટીમ
X

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે ઈડીની ટીમ પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યુ છે કે, ટીમ અહીં સીએમ અરવિંદ કેજરીવાલ સાથે પૂછપરછ કરશે. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટ તરફથી કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાની અરજી રદ કરી દીધી હતી. કહેવાય છે કે, ટીમ સર્ચ વોરન્ટ લઈને પહોંચી છે. તો વળી બંગલાની તપાસ પણ થઈ શકે છે.

ઈડીની ટીમ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી તો, તેમની ધરપકડ પર રોકની માગ લઈને અભિષેક મનુ સિંઘવીની ટીમે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. આપને જણાવી દઈએ કે, ઈડીની ટીમ કેજરીવાલને 10મું સમન આપવા માટે પહોંચ્યા હતા. તપાસ એજન્સી અરવિંદ કેજરીવાલના ઘરની તલાશી લઈ રહી છે અને મુખ્યમંત્રીથી દિલ્હી શરાબ કૌભાંડના સંબંધમાં સવાલ જવાબ કરી રહી છે.

હાઈકોર્ટ તરફથી કેજરીવાલની ધરપકડ માટે વચગાળાની રાહત આપવાની ના પાડ્યા બાદ મોડી સાંજે ઈડીની ટીમ તેમના ઘરે પહોંચી છે. ટીમ સાથે ઈડીના 8થી 10 અધિકારી છે. માનવામાં આવી રહ્યું છે કે, ટીમ પહેલા સીએમ અરવિંદ કેજરીવાલ સાથે પૂછપરછ કરશે. ટીમ પહોંચ્યા બાદ કેજરીવાલના ઘર બહાર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરી દીધા છે. પોલીસના કેટલાય મોટા અધિકારી પણ દિલ્હી સીએમના આવાસ પર હાજર છે.

Next Story