/connect-gujarat/media/post_banners/6434bf0f15a9832c1d22e994da8d130e14dd7c77695b07cee3446309b244bc30.webp)
G-20 સમિટ આજથી એટલે કે 9 સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં શરૂ થઈ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત મંડપમ પહોંચ્યા છે.સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ અહીં પહોંચવાની શરુઆત થઈ ગઈ છે.PM મોદી મહેનાનોને રિસીવ કરી રહ્યા છે.સમિટની શરૂઆત ફોટો સેશન સાથે થઈ છે. આ પછી વડાપ્રધાન મોદી વેલકમ સ્પીચ આપશે. બાંગ્લાદેશ, ઇજિપ્ત અને જાપાનના વડાપ્રધાન ભારત મંડપમ પહોંચ્યા છે.
PM મોદીએ મહેનાનોને રિસીવ કર્યા હતા. ભારત મંડપમ ખાતે નાઈજીરીયાના પીએમ બોલા અહેમદ ટીનુબુ, સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગ, સ્પેનના વાઇસ પ્રેસિડેન્ટ નાદિયા કેલ્વિનો સંતામારિયા અને યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયન પહોંચી ગયા છે. અહીં વડાપ્રધાન મોદીએ સૌનું સ્વાગત કર્યું હતું. યુનાઈટેડ મેક્સીકન ઈકોનોમી મિનિસ્ટર, રકેલ બ્યુનરોસ્ટ્રો સાંચેઝ, અર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બાનીઝ, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન પણ પહોંચી ગયા છે.