/connect-gujarat/media/media_files/2025/03/09/hxqG2EZ4OTOjHkL62l6v.jpg)
દિલ્હી સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આ યોજનાની શરૂઆતની જાહેરાત કરી હતી. આ પહેલા શનિવારે સવારે દિલ્હી કેબિનેટની બેઠકમાં સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.યોજના લોન્ચ કરતાં નડ્ડાએ કહ્યું- હું સીએમ રેખા ગુપ્તા અને અન્ય લોકોને અભિનંદન આપું છું કે દિલ્હીમાં આ યોજનાને લાગુ કરવા માટે 5100 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે.
આ દરમિયાન દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું- અમે આજથી રજીસ્ટ્રેશન શરૂ કરીશું અને આ સ્કીમ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. દિલ્હી કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી મળી. ખરેખરમાં, વિધાનસભા ચૂંટણી દરમિયાન, ભાજપે મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આ યોજનાનો લાભ 20 લાખ મહિલાઓને મળવાનો અંદાજ છે.