દિલ્હી સરકારના પરિવહન મંત્રી કૈલાશ ગહલોત પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. કૈલાશ ગહલોત રવિવારે સવારે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને રાજીનામાની જાહેરાત કરી હતી.ગહલોત કેજરીવાલને લખેલા પત્રમાં યમુનાની સફાઈના મુદ્દે AAPની ટીકા કરી હતી. તેમણે કહ્યું- આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર સાથે લડવામાં ઘણો સમય બરબાદ કર્યો.
પાર્ટીએ જનતાને આપેલા વચનો પૂરા કર્યા નથી.દિલ્હીના CM આતિશીએ ગહલોતનું રાજીનામું સ્વીકાર્યું અને કહ્યું- આ બીજેપીનું ગંદુ ષડયંત્ર છે. ભાજપ દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ED અને CBIના બળ પર જીતવા માગે છે.AAP નેતા સંજય સિંહે કહ્યું- દિલ્હી ચૂંટણી પહેલા મોદી વોશિંગ મશીન એક્ટિવ થઈ ગયું છે. હવે આ મશીન દ્વારા અનેક નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવશે.