દિલ્હી લિકર પોલીસી કેસ, અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવાય

દિલ્હી લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. તેમની ન્યાયિક કસ્ટડી 19 જૂન,

New Update
હવે જેલમાંથી ચાલશે દિલ્હી સરકાર,કેજરીવાલે જેલમાં રહી પહેલો આદેશ જારી કર્યો !
દિલ્હી લિકર પોલિસી કેસમાં મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે. તેમની ન્યાયિક કસ્ટડી 19 જૂન, બુધવારના રોજ સમાપ્ત થતી હતી.

કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન કેજરીવાલના વકીલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વતી ન્યાયિક કસ્ટડી વધારવાનો વિરોધ કર્યો હતો. કહ્યું કે ED પાસે એવી કોઈ દલીલ નથી કે જેના આધારે ન્યાયિક કસ્ટડી વધારી શકાય.કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. 1 એપ્રિલે તેમને તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ તેમને વચગાળાના જામીન આપ્યા હતા. 21 દિવસ સુધી જામીન પર બહાર રહ્યા બાદ કેજરીવાલે 2 જૂને સાંજે 5 વાગ્યે તિહારમાં સરેન્ડર કર્યું.સરેન્ડરનાં લગભગ 30 મિનિટ પછી, કેજરીવાલને 5 જૂન સુધી ED ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી તેની કસ્ટડી 19 જૂન સુધી લંબાવવામાં આવી હતી.

Latest Stories