દિલ્હી લિકર પોલીસી કેસ:કેજરીવાલને 19 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે (5 મે) અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 19 જૂન સુધી લંબાવી હતી. કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા 

New Update
કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, સુરતની મુલાકાત કેન્સલ થવા માટે CM પર આક્ષેપ

Kejriwal

દિલ્હી લિકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે (5 મે) અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 19 જૂન સુધી લંબાવી હતી. કેજરીવાલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે તબીબી આધાર પર 7 દિવસની જામીન માંગતી કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. સાથે જ અધિકારીઓને કેજરીવાલના જરૂરી મેડિકલ ટેસ્ટ કરાવવા સૂચના આપી હતી.

સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ 1 જૂને થયેલી સુનાવણીમાં કેજરીવાલની જામીન અરજી પરનો નિર્ણય 5 જૂન માટે અનામત રાખ્યો હતો. કેજરીવાલે 7 દિવસની જામીન માંગી હતી જેથી કરીને તેઓ તેમના મેડિકલ ટેસ્ટ કરાવી શકે, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોર્ટમાં તેમની અપીલનો વિરોધ કર્યો હતો.

કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ તેમને વચગાળાના જામીન આપ્યા હતા. 21 દિવસ સુધી જામીન પર બહાર રહ્યા બાદ કેજરીવાલે 2 જૂને સાંજે 5 વાગ્યે તિહારમાં આત્મસમર્પણ કર્યું હતું.

શરણાગતિના લગભગ 30 મિનિટ પછી તેમને 5 જૂન સુધી ED ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. એજન્સીએ કેજરીવાલની કસ્ટડી માટે અરજી કરી હતી, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી વચગાળાના જામીન પર હોવાથી અરજી પેન્ડિંગ હતી.

Latest Stories