New Update
/connect-gujarat/media/media_files/ploxN4hwGlobcA9YhafB.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં ઈન્ડિયા બ્લોકે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંજાબ, ગુજરાત, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા સહિત દેશના 19 રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ સાથે હાજર હતા. તેમણે કહ્યું કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો જીવ જોખમમાં છે.AAPએ ભાજપ પર કેજરીવાલની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. તેમના મેડિકલ રિપોર્ટને ટાંકીને પાર્ટીએ દાવો કર્યો છે કે, 3 જૂનથી 7 જુલાઈની વચ્ચે તેમનું સુગર લેવલ 34 વખત ઘટ્યું હતું.આ દરમિયાન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, એક મુખ્યમંત્રી સાથે તેમનો રાજકીય સ્કોર સુધારવા માટે અન્યાય કરવામાં આવ્યો છે. તેની સામેના તમામ કેસો ખતમ કરીને તેને જેલમાંથી મુક્ત કરવામાં આવે.