New Update
/connect-gujarat/media/media_files/HT4hUTf9aUrKmCqTnJF7.jpg)
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? આ સવાલ 2024ની લોકસભા ચૂંટણીથી ઊઠી રહ્યો છે, કારણ કે વર્તમાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા મોદી 3.0માં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી બન્યા છે. આવી સ્થિતિમાં તેમના ઉત્તરાધિકારીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. તમામ નામોની અટકળો બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના વર્તમાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (54) જેપી નડ્ડાનું સ્થાન લઈ શકે છે.
દિલ્હીમાં પત્ની અમૃતા ફડણવીસ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શું ફડણવીસ ભાજપના નવા પ્રમુખ બનશે? દેવેન્દ્ર ફડણવીસ અત્યારસુધી કેન્દ્રીય નેતૃત્વના દરેક વિશ્વાસ પર ખરા ઊતર્યા છે. ફડણવીસે લોકસભા ચૂંટણીમાં હાર અને પરિણામો અપેક્ષા મુજબ ન આવ્યાં બાદ રાજીનામું આપવાની ઓફર કરી હતી. આ સાથે તેઓ મોદી-શાહના યસ મેન છે અને મોહન ભાગવત સાથે પણ તેમના સૌહાર્દપૂર્ણ સંબંધો છે.
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/08/03/bhavnagar-to-ayodhya-traine-2025-08-03-17-42-35.jpeg)
LIVE