ઇન્ડોનેશિયાના સુલાવેસીના દરિયાકાંઠે 6.2ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

બુધવારે વહેલી સવારે ઇન્ડોનેશિયાના સુલાવેસીના દરિયાકાંઠે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. દેશની ભૂવિજ્ઞાન એજન્સીએ આ શક્તિશાળી ભૂકંપની માહિતી આપી. એજન્સીએ જણાવ્યું કે

New Update
Russia Earthquake

બુધવારે વહેલી સવારે ઇન્ડોનેશિયાના સુલાવેસીના દરિયાકાંઠે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. દેશની ભૂવિજ્ઞાન એજન્સીએ આ શક્તિશાળી ભૂકંપની માહિતી આપી. એજન્સીએ જણાવ્યું કે બુધવારે વહેલી સવારે ઇન્ડોનેશિયાના સુલાવેસીના દરિયાકાંઠે 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. જોકે, ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી. 

એજન્સીએ જણાવ્યું કે આ ભૂકંપનું કેન્દ્ર સુલાવેસી ટાપુના દરિયાકાંઠે સમુદ્રમાં સ્થિત હતું, અને તેની ઊંડાઈ હજુ સુધી સ્પષ્ટ થઈ શકી નથી. પ્રારંભિક અહેવાલો પ્રમાણ, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, પરંતુ કોઈ મોટું નુકસાન કે જાનહાનિ નોંધાઈ નથી. ભૂવિજ્ઞાન એજન્સીએ સ્થાનિક રહેવાસીઓને સતર્ક રહેવા અપીલ કરી છે.

ઇન્ડોનેશિયા 'રિંગ ઓફ ફાયર' તરીકે ઓળખાતા ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિના ક્ષેત્રમાં સ્થિત છે, તેથી ત્યાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. સપ્ટેમ્બર 2018માં, સુલાવેસીમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જે પછી સુનામીએ ભારે વિનાશ વેર્યો હતો, જેમાં હજારો લોકો માર્યા ગયા હતા. ત્યારે આજે આવેલા ભૂકંપથી રાહતની વાત એ છે કે સુનામીનો ખતરો નથી.

Latest Stories