/connect-gujarat/media/media_files/2025/08/10/russia-earthquake-2025-08-10-14-05-53.jpg)
ઉત્તર પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં ભૂકંપના તીવ્ર ઝટકાઓ અનુભવાયા હતા. ખાસ કરીને આસામમાં ધરતી હચમચી ઉઠી હતી, જેના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો. વહેલી સવારનો સમય હોવાથી ઘણા લોકો ઊંઘમાં હતા, પરંતુ અચાનક આવેલા ઝટકાઓએ તેમને ઘરોમાંથી બહાર નીકળવા મજબૂર કરી દીધા. ભૂકંપના આંચકાઓ એટલા સ્પષ્ટ હતા કે અસામ સાથેસાથે મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં પણ લોકો એ તેનો અનુભવ કર્યો.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ છે. વહેલી સવારના આ ઝટકાઓએ સમગ્ર ઉત્તર પૂર્વ ભારતમાં ચિંતાનો માહોલ ઊભો કરી દીધો હતો અને થોડા સમય માટે દૈનિક જીવન થંભી ગયું હતું. ભૂકંપનું કેન્દ્ર આસામના મોરીગાંવજિલ્લામાં નોંધાયું હતું. ભૂમિની અંદર લગભગ 50 કિલોમીટર ઊંડાઈએ તેનું કેન્દ્ર હોવાને કારણે ઝટકાઓ વ્યાપક વિસ્તારમાં અનુભવાયા હતા.આસામના અનેક જિલ્લાઓમાં લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. ઘણી જગ્યાએ ફેન, લાઈટ્સ અને ફર્નિચર હલતા જોવા મળ્યા. મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં પણ લોકોમાં ભય જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં લોકોએ ખુલ્લી જગ્યાઓમાં શરણ લીધી હતી. સ્થાનિક સ્તરે પોલીસ અને પ્રશાસનને એલર્ટ પર રાખવામાં આવ્યા છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના બન્યા વગર સ્થિતિ સંભાળી શકાય.