ઉત્તરાખંડમાં ધરા ધ્રુજી, ભૂકંપની તીવ્રતા 3.3 માપવામાં આવી

મધ્યરાત્રિ પછી ઉત્તરાખંડમાં ધરતી ધ્રુજી ઉઠી. શનિવારે વહેલી સવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાંભૂકંપ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ચમોલીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 3.3 હતી.

New Update
earthquake

મધ્યરાત્રિ પછી ઉત્તરાખંડમાં ધરતી ધ્રુજી ઉઠી. શનિવારે વહેલી સવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાંભૂકંપ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ચમોલીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 3.3 હતી.

Advertisment

NCS અનુસાર, ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. હાલમાં, આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે રાત્રે 12:02 વાગ્યે ઉત્તરાખંડના ચમોલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 3.3 હતી અને આ ભૂકંપને કારણે લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. ભૂકંપથી ડરીને લોકો પોતાના ઘરની બહાર દોડી રહ્યા હતા.

Latest Stories