મેઘાલયમા વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ

મેઘાલયમા વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ
New Update

મેઘાલયમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર વહેલી સવારે લગભગ 3.46 કલાકે રાજ્યના તુરાથી 37 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.4 માપવામાં આવી હતી.

ભૂકંપનું કેન્દ્ર જમીનથી પાંચ કિમી નીચે હતું. આ અગાઉ બુધવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યુ હતું કે, અરુણાચલના બસરથી 58 કિમી ઉત્તર-પશ્ચિમ-ઉત્તરમાં બુધવારે સવારે 7 કલાકને એક મિનિટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જેની રિક્ટર સ્કેલ પર તિવ્રતા 3.8 માપવામાં આવી હતી અને ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.

#India #ConnectGujarat #BeyondJustNews #earthquake #registering #Meghalaya
Here are a few more articles:
Read the Next Article