દિલ્હી-UP-ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ભારત, ચીન અને નેપાળમાં મંગળવારે મોડી રાતે 1.57 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

દિલ્હી-UP-ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા
New Update

ભારત, ચીન અને નેપાળમાં મંગળવારે મોડી રાતે 1.57 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 સુધી માપવામાં આવી. ભારતમાં દિલ્હી, યુપી, બિહાર, ઉત્તરાખંડ, દિલ્હી, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું. આવી સ્થિતિમાં સૌથી વધુ તબાહીના સમાચાર નેપાળમાંથી જ સામે આવી રહ્યા છે. અહીંના ડોટીમાં એક મકાન ધરાશાયી થતાં 6 લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડના પિથોરાગઢમાં બુધવારે સવારે 6.27 કલાકે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આફ્ટરશોક્સની તીવ્રતા 4.3 હતી. ભારતમાં નેપાળ સરહદને અડીને આવેલા ઉત્તરાખંડના પિથોરાગઢ પાસે સૌથી તેજ 6.3 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે જ સમગ્ર ઉત્તર ભારતમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પિથોરાગઢથી લગભગ 90 કિમી દૂર નેપાળમાં હતું. ભારતમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. લખનઉમાં પણ ભૂકંપના આંચકાએ લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી. USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નેપાળના દિપાયલથી 21 કિમી દૂર હતું. અહીં મંગળવારે મોડી સાંજે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.9 અને 3.5 હતી. આ પહેલા ઉત્તરાખંડમાં રવિવારે સાંજે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

#India #ConnectGujarat #earthquake #North India #Delhi-UP-Uttrakhand
Here are a few more articles:
Read the Next Article