ચૂંટણી પંચ દ્વારા આ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ કરાશે જાહેર

દેશ | સમાચાર, Featured, ચૂંટણી પંચ શુક્રવારે (16 ઓગસ્ટ)ના રોજ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા જઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીર, હરિયાણા,

New Update
ele

ચૂંટણી પંચ શુક્રવારે (16 ઓગસ્ટ)ના રોજ વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા જઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે. જો કે, મોટાભાગની નજર જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર છે, કારણ કે કલમ 370 હટાવ્યા બાદ અહીં પ્રથમ વખત મતદાન થશે.

ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં પાંચથી સાત તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી કરાવવા માટે ત્યાંના અધિકારીઓ સાથે ચૂંટણી પંચના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. તેમની પાસેથી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન લેવામાં આવ્યું હતું. સુરક્ષાને લઈને લીલી ઝંડી મળતાં જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે.

 

Latest Stories