ચૂંટણી આવી રહી છે !લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરેક લિટર પેટ્રોલ પર 11 રૂપિયા અને ડીઝલના પ્રત્યેક લિટર પર 6 રૂપિયાનો નફો કમાઈ રહી

ચૂંટણી આવી રહી છે !લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ
New Update

દેશમાં લોકસભા ચૂંટણી પહેલા એક મોટા અને રાહતના સમાચાર મળી શકે છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈ રાહત મળી શકે છે. વાસ્તવમાં આ સમયે કાચા તેલની કિંમત ઘટી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરથી નીચે આવી ગઈ છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર આ મોરચે જનતાને રાહત આપી શકે છે.

જોકે હાલમાં IOC, HPCL, BPCL જેવી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરેક લિટર પેટ્રોલ પર 11 રૂપિયા અને ડીઝલના પ્રત્યેક લિટર પર 6 રૂપિયાનો નફો કમાઈ રહી છે.ક્રેડિટ રેટિંગ એજન્સી ICRAએ મંગળવારે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બરથી કાચા તેલની કિંમતોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે.

પરંતુ સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ઘટાડો કર્યો નથી. મતલબ કે હાલમાં તે કંપનીઓનું માર્કેટિંગ માર્જિન પેટ્રોલમાં 11 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 6 રૂપિયા પ્રતિ લિટર છે. જોકે ફેબ્રુઆરી 2022માં જ્યારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો ત્યારે આ કંપનીઓને ભારે નુકસાન થયું હતું. પણ હવે એ નુકસાન કવર થઈ ગયું હશે.

#GujaratConnect #Loksabha Election 2024 #ડીઝલના ભાવ #પેટ્રોલ-ડીઝલ ભાવ #PetrolRate #Petrol-diesel Decrease #ઓઈલ માર્કેટિંગ કંપની #Oil Marketing Company
Here are a few more articles:
Read the Next Article