‘ઈલેક્ટોરલ બોન્ડ PMની હપ્તા વસૂલી યોજના : કોંગ્રેસે કહ્યું- 21 કંપનીઓએ ED-CBIની રેડ બાદ ભાજપને દાન આપ્યું

New Update
‘ઈલેક્ટોરલ બોન્ડ PMની હપ્તા વસૂલી યોજના : કોંગ્રેસે કહ્યું- 21 કંપનીઓએ ED-CBIની રેડ બાદ ભાજપને દાન આપ્યું

ઈલેક્ટોરલ બોન્ડ્સ અંગેની માહિતી સામે આવી ત્યારથી જ રાજકીય પક્ષોમાં નિવેદનબાજી વધી ગઈ છે. કોંગ્રેસે સોમવારે (18 માર્ચ) મોદી સરકાર પર હપતા વસૂલીનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે તેને પીએમ હપતા વસૂલી યોજના નામ આપ્યું હતું.કોંગ્રેસે દાવો કર્યો હતો કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપનારાઓમાં 21 કંપનીઓ એવી છે જેણે CBI, ED અથવા ઈન્કમ ટેક્સ દ્વારા તપાસનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ કૌભાંડનું સત્ય દરરોજ સામે આવી રહ્યું છે.

જયરામ રમેશ X પર લાંબી પોસ્ટની શ્રેણી લખી રહ્યા છે. જેમાં ચૂંટણી બોન્ડ કૌભાંડમાં ભ્રષ્ટાચારની પદ્ધતિઓ વિશે લખવામાં આવી રહ્યું છે. રમેશની 4 પદ્ધતિઓમાં- દાન આપો, ધંધો લો, હપતા વસૂલી, કોન્ટ્રાક્ટ લો, લાંચ આપો અને બનાવટી કંપનીનો ઉલ્લેખ કરી રહ્યા છે.

Latest Stories