માત્ર 499 રૂપિયામાં ઇલેકટ્રીક સ્કુટરનું બુકિંગ, 24 કલાકમાં એક લાખથી વધુ લોકોએ કરાવ્યું બુકિંગ

પેટ્રોલ અને ડીઝલનો વિકલ્પ ઇલેકટ્રીક વ્હીકલ, 15 ઓગષ્ટના રોજ ઓલા સ્કુટર બજારમાં આવશે.

New Update
માત્ર 499 રૂપિયામાં ઇલેકટ્રીક સ્કુટરનું બુકિંગ, 24 કલાકમાં એક લાખથી વધુ લોકોએ કરાવ્યું બુકિંગ
Advertisment

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલાં ભાવોના કારણે વાહનચાલકો સસ્તુ ઇંધણ કે વાહનો શોધી રહયાં છે. તેવામાં ઇલેકટ્રીક સ્કુટરનું નિર્માણ કરતી ઓલા કંપનીએ 499 રૂપિયામાં બુકિંગ શરૂ કરતાં 24 કલાકમાં એક લાખ કરતાં વધારે લોકોએ બુકિંગ કરાવ્યું છે.

Advertisment

ઓલા કંપની ટુંક સમયમાં ભારતીય બજારમાં ઈ સ્કૂટર લોન્ચ કરશે . સ્કુટરના લોન્ચિંગ પહેલાં તેનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. માત્ર 24 કલાકના સમય ગાળામાં એક લાખથી વધારે લોકોએ બુકિંગ કરાવ્યું છે. દેશમાં પેટ્રોલ- ડીઝલ ભાવ દિવસેને દિવસે આસમાને પહોંચી રહ્યાં છે ત્યારે આ સ્કૂટર સામાન્ય કે માધ્યમ વર્ગ માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ હોવાથી બંપર બુકિંગ થઇ રહયું છે. ઓલા સ્કુટર 10 અલગ અલગ કલર માં જોવા મળી આવશે.

જેમાં બ્લેક ,વાઈટ ,બ્લુ,યલો ,રેડ અને તેના શેડનો પણ સમાવેશ થાય છે.કંપનીએ આ ની ઓફિશિયલ કિંમત જાહેર કરી નથી પરંતુ તેની કિમંત 85, 000 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે. આ સ્કુટર સિંગલ ચાર્જ માં 150 કિ મી ની રેન્જ જોવા મળશે.આ ઉપરાંત તેની ટોપ સ્પીડ 90 કિમી પ્રતિ કલાકની રહેશે. ગુજરાતમાં ચાર્જિંગ પોઇન્ટની વાત કરવામાં આવે તો અમદાવાદ ,સુરત, વડોદરા, રાજકોટ, વાપી ,મહેસાણા ,ભાવનગર,આણંદ ખાતે ચાર્જિંગ પોઇન્ટ ઉભા કરાયાં છે.

અમદાવાદ શહેરમાં કાલુપુર શાહીબાગ નવાવાડજ ,થલતેજ ,મેમનગર ,આંબાવાડી, સેટેલાઇટ,નવરંગપુરા ,મણિનગર, અમરાઈવાડી, મોટેરા,ગોતા અને ઘાટલોડિયામાં ચાર્જિંગ પોઇન્ટ મુકવામાં આવ્યા છે. ઓલા સ્કુટર 35 થી 40 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે. હાલ તો સ્કુટરનું બુકિંગ થઇ રહયું છે. બુકિંગ કરાવનારાઓએ સ્કુટર મેળવવા માટે 15મી ઓગષ્ટ સુધી રાહ જોવી પડશે.

Latest Stories