/connect-gujarat/media/media_files/2025/11/20/bs-2025-11-20-22-03-19.jpg)
પંજાબના લુધિયાણામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ થઇ છે. આ એન્કાઉન્ટર દિલ્હી-અમૃતસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લાડોવાલ ટોલ પ્લાઝા પાસે થયું હતું.
પ્રારંભિક માહિતી અનુસાર પોલીસે એક દિવસ પહેલા કેટલાક આતંકવાદીઓને હેન્ડ ગ્રેનેડ સાથે પકડ્યા હતા. તેમની પૂછપરછ કર્યા પછી તેમની ઓળખ થઈ, જેના કારણે તેમને પકડવા માટે છટકું ગોઠવાયું હતું. જોકે જ્યારે પોલીસે તેમને ઘેરી લીધા ત્યારે તેઓએ ગોળીબાર કર્યો. પોલીસે વળતો જવાબ આપ્યો, જેમાં બે આતંકવાદીઓ ઘાયલ થયા છે.
લુધિયાણા પોલીસ કમિશનર સ્વપ્ન શર્માએ મીડિયાને જણાવ્યું કે તેઓએ પહેલાથી જ એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે અને ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આજે તેમને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (બીકેઆઇ) સંગઠનના બે આતંકવાદીઓ વિશે ઇનપુટ મળ્યા હતા, જેઓ આઇએસઆઇના ઇશારે કામ કરી રહ્યા હતા. અમે તેમને પકડવા ઘેરી લીધા જેમાં એન્કાઉન્ટરમાં બંને શંકાસ્પદ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.લુધિયાણામાં એન્કાઉન્ટરથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. આ વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તપાસમાં લાગ્યા છે. પોલીસનું કહેવું છે કે આ પાકિસ્તાનની આઇએસઆઇના સમર્થનથી કાર્યરત એક આતંકવાદી મોડ્યુલ ચાલતુ હતું. તેઓ મોટો હુમલો કરવાનો ઇરાદો ધરાવતા હતા