છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયું એન્કાઉન્ટર, 10 નક્સલવાદીઓને કરાયા ઠાર

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. રાયપુર રેન્જ આઈજી અમરેશ

New Update
ni

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. 

રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ જણાવ્યું હતું કે ગરિયાબંદમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને વચ્ચે-વચ્ચે ગોળીબાર થઈ રહ્યો છે. કેટલાક નક્સલીઓ માર્યા ગયા હોવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા નક્સલીઓમાં સીસી સભ્ય મનોજ ઉર્ફે મોડેમ બાલકૃષ્ણ પણ સામેલ છે, જેમને સંગઠનનો મોટો ચહેરો માનવામાં આવતો હતો. સુરક્ષા દળોની  કાર્યવાહીને નક્સલ વિરોધી કાર્યવાહીમાં મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે.

રાયપુર રેન્જ આઈજી અમરેશ મિશ્રાએ એમ પણ કહ્યું હતું કે ગુરુવાર (11 સપ્ટેમ્બર) સવારથી ગારિયાબંદમાં નક્સલ વિરોધી કાર્યવાહી ચાલી રહી છે. સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

રાયપુર રેન્જના IG અમરેશ મિશ્રાએ એમ પણ કહ્યું કે ગુરુવાર (11 સપ્ટેમ્બર) સવારથી ગરિયાબંદમાં નક્સલ વિરોધી કાર્યવાહી ચાલી રહી છે. સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. રાયપુરના પોલીસ મહાનિરીક્ષકે એન્કાઉન્ટરની પુષ્ટિ કરી છે.

Latest Stories