/connect-gujarat/media/media_files/2025/11/15/jk-police-station-blast-jpg-2025-11-15-09-34-31.jpeg)
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાંથી શુક્રવારની અર્ધરાત્રે એક ભયાનક વિસ્ફોટની ઘટના સામે આવી છે. ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં ક્ષણભર માટે અફરાતફરી મચી ગઈ. અધિકારીઓના જણાવ્યા મુજબ, ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા મોટા પ્રમાણના વિસ્ફોટકના નમૂના તપાસવાની પ્રક્રિયા દરમિયાન અચાનક થયેલા આ વિસ્ફોટમાં 7 પોલીસકર્મીઓનું દુખદ અવસાન થયું છે. જ્યારે 13 કર્મચારીઓ જખ્મી થયા છે.
વિસ્ફોટમાંથી મળેલી માહિતી અનુસાર, વિસ્ફોટ સ્થળથી આશરે 300 ફૂટ દૂર માનવ શરીરના ભાગો મળી આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો અનુસાર વિસ્ફોટ પછી ધુમાડો અને જ્વાળાઓ આકાશમાં ઉછળતી દેખાય છે. શુક્રવારે રાત્રે લગભગ 11:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે અને ૩૦ ઘાયલો હોસ્પિટલમાં જીવ માટે ઝઝૂમી રહ્યા છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. કાટમાળ નીચે હજુ પણ વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે આગ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉંચા હતા. સતત નાના વિસ્ફોટોને કારણે બચાવ ટીમોને લગભગ એક કલાક સુધી અંદર જવા માટે સંઘર્ષ કરવો પડ્યો.