Connect Gujarat
દેશ

Farmers Protest: ખેડૂતો આજે મનાવશે 'બ્લેક ડે', 26 ફેબ્રુઆરીએ ટ્રેક્ટર આક્રોશ રેલીની કરી જાહેરાત

Farmers Protest: ખેડૂતો આજે મનાવશે બ્લેક ડે, 26 ફેબ્રુઆરીએ ટ્રેક્ટર આક્રોશ રેલીની કરી જાહેરાત
X

સંયુક્ત કિસાન મોરચા (SKM) એ પંજાબ-હરિયાણા વચ્ચે જીંદની ખનૌરી બોર્ડર પર ખેડૂત શુભકરણ સિંહના મૃત્યુના મામલામાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ અને રાજ્યના ગૃહ પ્રધાન અનિલ વિજ સામે હત્યાનો કેસ નોંધવાની અને રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે. મૃતકના પરિવારને 1 કરોડ આપવાની માંગ કરી છે.

આ ઘટનાના વિરોધમાં મોરચાએ શુક્રવારે બ્લેક ડે મનાવવાની જાહેરાત કરી છે, સોમવારે દેશભરના રાજમાર્ગો પર ટ્રેક્ટર આક્રોશ રેલી અને 14 માર્ચે દિલ્હીમાં ખેડૂત-મજૂર મહાપંચાયતનું આયોજન કર્યું છે. ખેડૂતોએ શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી, સીએમ અને વિજના પૂતળા દહન કરવાની પણ જાહેરાત કરી છે.

ચંદીગઢમાં SKM નેતાઓની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જોગીન્દર ઉગરાહા, દર્શનપાલ, રવિન્દર પટિયાલા, બલબીર રાજેવાલ, યુદ્ધવીર સિંહ, હન્નાન મૌલા, રાકેશ ટિકૈત સહિત ઘણા ખેડૂત નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. ખેડૂતોના આંદોલનના સમર્થનમાં અને શુભકરણના મોતના વિરોધમાં પંજાબમાં ખેડૂત સંગઠનોએ ત્રણ કલાક સુધી હાઈવે બ્લોક કરીને વિરોધ કર્યો હતો.

Next Story