ફિલ્મમેકર રામગોપાલ વર્માને કોર્ટે ત્રણ મહિના જેલની સજા ફટકારી,ચેક બાઉન્સ કેસમાં ચુકાદો

ફિલ્મમેકર રામ ગોપાલ વર્માની મુશ્કેલીઓમાં વધારો થતો જાય છે. મંગળવારે મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે 7 વર્ષ જૂના ચેક બાઉન્સ કેસમાં તેને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી

New Update
ram gopal vrma

ફિલ્મમેકર રામ ગોપાલ વર્માની મુશ્કેલીઓમાં વધારો થતો જાય છે. મંગળવારે મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે 7 વર્ષ જૂના ચેક બાઉન્સ કેસમાં તેને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી. આ મામલો છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યો હતો. જો કે સુનાવણી દરમિયાન રામ ગોપાલ વર્મા કોર્ટમાં હાજર ન હતા. તેણે હાલમાં જ તેની નવી ફિલ્મ 'સિન્ડિકેટ'ની જાહેરાત પણ કરી છે.

Advertisment

ઈન્ડિયા ટુડે અનુસાર, કોર્ટે કહ્યું, 'આ કેસની સુનાવણી દરમિયાન આરોપી ગેરહાજર હતો, જેના કારણે તેની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ રામ ગોપાલ વર્માએ ફરિયાદીને ત્રણ મહિનામાં 3 લાખ 72 હજાર 219 રૂપિયાનું વળતર ચૂકવવું પડશે. જો તે આમ નહીં કરે તો તેમને વધુ ત્રણ મહિનાની જેલની સજા ભોગવવી પડશે. રામ ગોપાલ વર્માને જે ગુના હેઠળ સજા સંભળાવવામાં આવી છે તે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ આવે છે.

Latest Stories