/connect-gujarat/media/media_files/2025/11/21/scs-2025-11-21-09-56-57.jpg)
બ્રાઝિલના બેલેમમાં ચાલી રહેલા UN COP30 ક્લાઇમેટ કોન્ફરન્સના મુખ્ય સ્થળે આગ લાગી ગઈ. આગ લાગ્યા બાદ ઘટનાસ્થળેથી અફરાતફરી મચી ગઈ, લોકો ભાગતા જોવા મળ્યા. ફાયર બ્રિગેડના ડઝનબંધ વાહનો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ડઝનબંધ એમ્બ્યુલન્સ હજુ પણ ઘટનાસ્થળે છે અને ફાયર એન્જિન સતત પહોંચી રહ્યા છે.
અહેવાલો અનુસાર, "બ્લુ ઝોન"માં બપોરે 2 વાગ્યા (સ્થાનિક સમય) આસપાસ આગ લાગી ગઈ, જ્યાં તમામ મીટિંગ્સ અને વાટાઘાટો થાય છે, જેમાં દેશના પેવેલિયન, મીડિયા સેન્ટર અને તમામ ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિઓના કાર્યાલયો છે. આગના સમાચાર ફેલાતાં જ લોકો બહાર તરફ દોડવા લાગ્યા. યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ (UNFCCC) સચિવાલયે તાત્કાલિક એડવાઇઝરી જારી કરીને દરેકને સ્થળ ખાલી કરવા વિનંતી કરી.
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું કે, "ધ્યાન આપો: ઝોન Bમાં આગ લાગી છે. કૃપા કરીને સ્થળ તાત્કાલિક ખાલી કરો. સચિવાલય પછીથી વધુ વિગતો પ્રદાન કરશે." ઘટના બાદ, યુએન સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે આગ બુઝાવી દેવામાં આવી છે, પરંતુ તપાસ ચાલુ હોવાથી કોઈને અંદર જવાની અનુમતિ આપવામાં નથી આવી. તેમણે જણાવ્યું કે કે તાત્કાલિક કોઈ જાનહાનિના અહેવાલ નથી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.