જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક બસમાં લાગી આગ, 20થી વધુ લોકોના મોત

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક બસમાં અચાનક આગ લાગી ગઈ, જેમાં 20થી વધુ

New Update
PTI10_14_2025_000370B

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો. જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક બસમાં અચાનક આગ લાગી ગઈ, જેમાં 20થી વધુ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પોકરણના ભાજપના ધારાસભ્યે અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટી કરી છે. આ અકસ્માત બપોરે 3:30 વાગ્યે જેસલમેરથી લગભગ 20 કિલોમીટર દૂર થૈયત ગામ પાસે થયો હતો. 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ બપોરે 3 વાગ્યે જેસલમેરથી 50થી વધુ મુસાફરો સાથે રવાના થઈ હતી. થૈયત ગામ પાર કરતા જ પાછળના ભાગમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો અને થોડીવારમાં જ આખી બસ આગની લપેટમાં આવી ગઈ. મુસાફરો ચીસો પાડવા લાગ્યા. ઘણા લોકો બારીઓ અને દરવાજાઓમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.

ગામવાસીઓ અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે નજીકના પાણીના સ્ત્રોતોમાંથી પાણી અને રેતીનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. દરમિયાન, માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવામાં લગભગ એક કલાક લાગ્યો હતો.

Latest Stories