/connect-gujarat/media/media_files/2025/03/27/hVqXkCyM44Rpbml6Cgeq.jpg)
આ મોશન પોસ્ટર યોગી આદિત્યનાથના બદલાતા જીવનની ઝલક બતાવે છે. ફિલ્મમાં તેમના સાંસારિક, આધ્યાત્મિક અને રાજકીય માર્ગને આકાર આપનારા નિર્ણયો બતાવવામાં આવશે.
આ ફિલ્મ યોગી આદિત્યનાથના શરૂઆતનાં વર્ષો, નાથપંથી યોગી બનવાના તેમના નિર્ણય અને ઉત્તરપ્રદેશના સામાજિક-રાજકીય પરિદૃશ્યને બદલી નાખનાર નેતા તરીકેની તેમની જર્ની બતાવશે. આ બાયોપિકનું શૂટિંગ મોટે ભાગે ઉત્તરપ્રદેશમાં કરવામાં આવ્યું છે, જેમાં આદિત્યનાથની આધ્યાત્મિક અને રાજકીય યાત્રાનું કેન્દ્ર ગોરખપુરનો પણ સમાવેશ થાય છે.
આ ફિલ્મનું નિર્માણ સમ્રાટ સિનેમેટિક્સના બેનર હેઠળ રિતુ મેંગી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે તેનું ડિરેક્શન રવીન્દ્ર ગૌતમ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ શાંતનુ ગુપ્તાના બેસ્ટ સેલિંગ પુસ્તક 'ધ મોન્ક હૂ બિકેમ ચીફ મિનિસ્ટર' પરથી પ્રેરિત છે. ફિલ્મમાં ડ્રામા, ઇમોશન, એક્શન અને બલિદાનનું અદ્ભુત મિશ્રણ જોવા મળશે.