બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે થયું અવસાન

બાંગ્લાદેશના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. મંગળવારે વહેલી સવારે તેમણે ઢાકાની

New Update
scs

બાંગ્લાદેશના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતા અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા ઝિયાનું અવસાન થયું છે.

મંગળવારે વહેલી સવારે તેમણે ઢાકાની એવરકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 80 વર્ષના હતા અને લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા.

ખાલિદા ઝિયા છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ડોક્ટરો તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હતા, પરંતુ તબિયત વધુ બગડતા અંતે તેમનું અવસાન થયું. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) દ્વારા આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી 

મીડિયા અહેવાલો પ્રમાણે ડોક્ટરોના જણાવ્યા મુજબ ખાલિદા ઝિયા અનેક ગંભીર રોગોથી પીડાતા હતા. તેમને લીવર સંબંધિત તકલીફ, ડાયાબિટીસ, સંધિવાની સમસ્યા તેમજ હૃદયની ગંભીર બીમારી હતી. થોડા સમય પહેલા તેમને ન્યુમોનિયા પણ થયો હતો અને શ્વાસ લેવામાં તકલીફને કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. લગભગ એક મહિના કરતા વધુ સમયથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

Latest Stories