ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી

દેશ | સમાચાર : ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. 96 વર્ષીય અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા

New Update
લાલકૃષ્ણ અડવાણી

ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. 96 વર્ષીય અડવાણીને બુધવારે મોડી રાત્રે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને AIIMSના જેરિયાટ્રિક વિભાગના ડૉક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, પૂર્વ વડાપ્રધાનને વય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ 2014થી સક્રિય રાજકારણથી દૂર છે. હાલમાં જ તેમની તસવીર સામે આવી હતી, જ્યારે એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને તેમના ઘરે મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.

Latest Stories