ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રોબિન સ્મિથનું 62 વર્ષની વયે થયું નિધન

ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રોબિન સ્મિથના 62 વર્ષની વયે નિધનના દુઃખદ ખબર સામે આવતા જ સમગ્ર ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું છે. રોબિન સ્મિથની પ્રતિભા માત્ર

New Update
scscs

ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર રોબિન સ્મિથના 62 વર્ષની વયે નિધનના દુઃખદ ખબર સામે આવતા જ સમગ્ર ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું છે. રોબિન સ્મિથની પ્રતિભા માત્ર ઇન્ટરનેશનલ મેચોમાં જ નહીં, પરંતુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ ઝળહળી હતી અને તેમની બેટિંગની શૈલી તથા ક્રિકેટને આપેલું યોગદાન યાદગાર છે. રોબિન સ્મિથના પરિવારજનો દ્વારા તેમના નિધનની પુષ્ટિ થતા ચાહકો અને પૂર્વ ખેલાડીઓએ તેમને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે.

ક્રિકેટ કરિયર પર નજર કરીએ તો રોબિન સ્મિથે ઇંગ્લેન્ડ માટે 1988 થી 1996 વચ્ચે 62 ટેસ્ટ અને 71 વનડે રમી હતી. તેમણે ટેસ્ટમાં 4,236 રન 43.67ની સરસ સરેરાશ સાથે બનાવ્યા હતા અને નવ શતકો જડ્યા હતા. જેમાંથી ત્રણ શતકો તેમણે તે સમયની ખતરનાક વેસ્ટઇન્ડિઝ બોલિંગ સામે ઠોક્યા હતા. તેમનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર 175 રન નો છે, જે 1994માં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ નોંધાયો હતો. તેમને ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં હેમ્પશાયર તરફથી પણ પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્યાં પણ ઉત્તમ પ્રદર્શન કર્યુ હતું.

Latest Stories