Connect Gujarat
દેશ

આજથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ થશે શરૂ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

આજથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ થશે શરૂ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
X

આજથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની પૂજન વિધિ શરૂ થશે. આ ધાર્મિક વિધિ 21 તારીખ સુધી ચાલશે. 22 જાન્યુઆરીના બપોરે 12 વાગ્યેને 20 મીનિટે પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થશે જે એક વાગ્યા સુધી ચાલશે. મંદિરના ટ્રસ્ટી ચંપતરાયે કહ્યું કે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનારી રામલલાની મૂર્તિનું વજન 150થી 200 કિલો છે. રામલલાની ઉભી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. 18 જાન્યુઆરીના પ્રતિમાને ગર્ભગૃહમાં પોતાના આસન પર મૂકવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જળવાસ, અન્નઆવાસ, શૈયાવાસ અને ફળવાસની પૂજા કરવામાં આવશે. કર્ણાટકના શિલ્પકાર અરૂણ યોગીરાજે તૈયાર કરેલી રામલલાની પ્રતિમાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની વિગતો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપી હતી. ટ્રસ્ટે ખાસ મહેમાનો કોણ હશે, ઇવેન્ટની તારીખ, સ્થળ અને શુભ સમય અને પૂજાની પદ્ધતિઓ સહિતની સંપૂર્ણ વિગતો જાહેર કરી છે. દ્વાદશ અધિવાસનું આયોજન નીચે મુજબ કરવામાં આવશે

-16 જાન્યુઆરીઃ પ્રાયશ્ચિત અને કર્મકૂટીની પૂજા

-17 જાન્યુઆરી: મૂર્તિનો પરિસરમાં પ્રવેશ.

-18 જાન્યુઆરી (સાંજ): તીર્થપૂજન, જળયાત્રા, જળાધિવાસ અને ગંધાધિવાસ.

-19 જાન્યુઆરી (સવાર): ઔષધાધિવાસ, કેસરાધિવાસ, ઘૃતાધિવાસ.

-19 જાન્યુઆરી (સાંજ): ધાન્યાધિવાસ

-20મી જાન્યુઆરી (સવારે): શર્કરાધિવાસ, ફળાધિવાસ

-20 જાન્યુઆરી (સાંજ): પુષ્પાધિવાસ

-21 જાન્યુઆરી (સવાર): મધ્યાધિવાસ

-21 જાન્યુઆરી (સાંજે): શય્યાધિવાસ

Next Story