UP STFએ મેરઠમાં ગેંગસ્ટર અનિલ દુજાના એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. દુજાના નોઈડાના બાદલપુરનો રહેવાસી હતો. 3 વર્ષ સુધી અયોધ્યા જેલમાં બંધ હતો. થોડા સમય પહેલાં તે જામીન પર છૂટ્યો હતો. આ પછી તે ફરાર થઈ ગયો હતો. દુજાના સામે 18 હત્યા સહિત 62થી વધુ કેસ નોંધાયેલા છે. તે ગેંગ બનાવીને હત્યા અને લૂંટ ચલાવતો હતો. યુપી એસટીએફે છેલ્લાં 6 વર્ષમાં દુજાના સહિત 184 એન્કાઉન્ટર કર્યા છે.
જેલમાંથી બહાર આવતાંની સાથે જ દુજાનાએ સંગીતા, તેની પત્ની અને જયચંદ પ્રધાન હત્યા કેસના સાક્ષીને ધમકી આપી હતી. આ પછી પોલીસે ગયા અઠવાડિયે તેની સામે 2 કેસ નોંધ્યા હતા. નોઈડા પોલીસ અને યુપી એસટીએફ અનિલ દુજાનાની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી હતી.