જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ સાર્વજનિક, મંદિરના પુરાવા મળ્યાનો દાવો:હિન્દુ પક્ષે કહ્યું- મંદિરના અસ્તિત્વના 32 પુરાવા

New Update
જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ સાર્વજનિક, મંદિરના પુરાવા મળ્યાનો દાવો:હિન્દુ પક્ષે કહ્યું- મંદિરના અસ્તિત્વના 32 પુરાવા

ગુરુવારે રાત્રે વારાણસીના જ્ઞાનવાપી પરિસરનો ASI સર્વે રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો હતો. 839 પેજનો રિપોર્ટ હિન્દુ-મુસ્લિમ પક્ષને સોંપવામાં આવ્યો છે.આ પછી હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે દાવો કર્યો છે કે રિપોર્ટમાં મંદિરના અસ્તિત્વના 32 પુરાવા મળ્યા છે. દીવાલો પર કન્નડ, તેલુગુ, દેવનાગરી અને ગ્રંથા ભાષામાં લખાણો મળી આવ્યા છે.તેમણે કહ્યું- ભગવાન શિવના 3 નામ પણ મળી આવ્યા છે. તેઓ છે- જનાર્દન, રુદ્ર અને ઓમેશ્વર. મસ્જિદના તમામ સ્તંભો પહેલા મંદિરના હતા, જે મસ્જિદમાં ફેરફાર કરીને ઉપયોગમાં લેવાયા હતા.

મસ્જિદની પશ્ચિમી દીવાલ સ્પષ્ટપણે દર્શાવે છે કે તે મંદિરની દીવાલ છે. આ દીવાલ 5 હજાર વર્ષ પહેલા નાગર શૈલીમાં બનાવવામાં આવી હતી. દીવાલ નીચે 1 હજાર વર્ષ જૂના અવશેષો પણ મળી આવ્યા છે. જો કે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તેઓ રિપોર્ટ વાંચ્યા બાદ જ કંઈક કહી શકશે. વિષ્ણુ શંકર જૈને કહ્યું, “મસ્જિદનો ગુંબજ માત્ર 350 વર્ષ જૂનો છે. હનુમાન અને ગણેશની ખંડિત મૂર્તિઓ પણ મળી આવી છે. દીવાલ પર ત્રિશુલનો આકાર છે. મસ્જિદમાં ઔરંગઝેબ સમયનો એક પથ્થરનો સ્લેબ પણ મળી આવ્યો છે. ભોંયરા S2 માં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ મળી આવી છે. ASIએ જદુનાથ સરકારના નિષ્કર્ષ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મંદિર 2 સપ્ટેમ્બર, 1669ના રોજ તોડી પાડવામાં આવ્યું હતું

Latest Stories