/connect-gujarat/media/media_files/2026/02/17/gold-silver-price-crash-2026-02-17-10-30-38.jpg)
સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો આવી રહ્યો છે. (Gold-Silver Price Crash) રોજ આ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે મોટો ઘટાડો નોંધાયા પછી આજે મંગળવારે પણ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. MCX મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ પર આજે ખૂલતાની સાથે જ ચાંદીના ભાવમાં 4600 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો બીજી બાજુ અતિ કીમતી સોનાના ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. તેના હાઇ લેવલ ભાવથી હેવ ચાંદી 1.80 લાખ રૂપિયા સસ્તી થઈ ગઈ છે અને સોનુ પણ 38000 રૂપિયા તેના હાઇ ભાવથી સસ્તું થઈ ગયું છે.
અઠવાડિયાના બીજા દિવસે મંગળવારે ચાંદીના ભાવ MCX પર ખૂલતાની સાથે જ નીચે પડ્યા હતા. સોમવારે 5 માર્ચના એક્સપાયરી વાળી ચાંદીના ભાવ 239891 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયા હતા તેના મુકાબલામાં આજે કહુકતાની સાથ જ તે વધુ ગબડીને 235206 રૂપિયા પર આવી ગયા. આ હિસાબે જોઈએ તો એક જ ઝટકામાં 1 Kg Silver Price 4685 રૂપિયા ઓછા થઈ ગયા છે.
ચાંદીની કિંમતો પછી સોનાના ભાવની વાત કરીએ તો આ કિંમતી ધાતુના ભાવમાં પણ સતત ઘટાડો જોવા મળી રહયો છે. જો કે આ વચ્ચે તેની કિમતમાં ઉછાળો પણ જોવા મળે છે. જો કે મંગળવારે 2 એપ્રિલના એક્સપાયરી વાળા ગોલ્ડના વાયદાના ભાવ તેના છેલ્લા બંધ 154760 રૂપિયાથી નીચે આવીને 153550 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર આવી ગયા છે એટલે કે MCX ગોલ્ડ રેટ 1210 રૂપિયા ઓછા થઈ ગયા છે.