/connect-gujarat/media/media_files/2025/12/22/scss-2025-12-22-10-51-50.jpg)
સોના અને ચાંદી (Gold-Silver Rates) ની કિંમતો વર્ષ 2025 ના છેલ્લા મહિનામાં ધમાલ મચાવી રહી છે. રોજ આ બંનેના ભાવ નવા શિખરો સર કરી રહ્યા છે અને જૂન રેકોર્ડ બ્રેક આકરી રહ્યા છે. અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે SIlver Rate MCX પર ખૂલતાંની સાથે જ 6000 રૂપિયા વધુ ગયા હતા અને ચાંદીની ભાવ 214471 રૂપિયાની નવી ઊંચાઈએ પહોંચી ગયો છે. સોનાના ભાવ પણ રેસમાં કઈ પાછળ નથી અને ચાંદી સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહ્યા છે. MCX Gold Rate જોઈએ તો તે ખૂલતાંની સાથેજ 1384 રૂપિયાના ઉછાળા સાથે 135580 રૂપિયાના નવા લાઈફટાઈમ હાઇ લેવલ પર પહોંચી ગયો છે.
આ વર્ષ સોના અને ચંદી બંને ધાતુઓ માટે ધમાલનું વર્ષ રહ્યું છે. પરંતુ તેમાં પણ ચાંદીના વધતાં ભાવે તો માઝા મૂકી છે. અને વર્ષ પૂરું થતાં સુધીમાં તો તેની કિંમતો આસમાનને આંબી રહી છે. સોમવારે MCX પર ચંદી ખૂલતાંની સાથે જ 6032 રૂપિયા પ્રતિ કિલો ઉપર ચાંદી ગઈ હતી અને 2.14 લાખ રૂપિયાને પાર નીકળી ગઈ હતી. છેલ્લા અઠવાડિયામાં ઇતિહાસમાં પહેલી વાર ચાંદીએ 2 લાખનો આંકડો ક્રોસ કર્યો છે અને તમામ ઉતાર ચડાવ પછી પણ તે આ સ્તર પર ટકેલી છે.