/connect-gujarat/media/media_files/2025/12/12/scs-2025-12-12-20-27-30.jpg)
છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવાર, 12 ડિસેમ્બરે ચાંદીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ચાંદી ₹2 લાખને વટાવી ગઈ છે. આ વર્ષે ચાંદીના ભાવમાં 121 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે.
શુક્રવારે, MCX પર 5 માર્ચ, 2026 ની સમાપ્તિ તારીખ ધરાવતી ચાંદી ₹201,388 (પ્રતિ કિલો) ની ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી ગઈ. ચાંદીના ભાવમાં આ ઉછાળો માઇક્રોસોફ્ટને પાછળ છોડીને વિશ્વની પાંચમી સૌથી મોટી સંપત્તિ બની ગઈ છે.
શુક્રવારે MCX પર ચાંદી
શુક્રવાર, 12 ડિસેમ્બર, 2025 ના રોજ, 5 માર્ચ, 2025 ની સમાપ્તિ તારીખ ધરાવતી ચાંદી MCX પર ₹196,958 (પ્રતિ કિલો) પર ખુલી. તેના છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી ₹198,942 રુપિયા પર કારોબાર કરતા બંધ થઈ. એમસીએક્સ પર ચાંદી 2,00,699 પર ટ્રેડ કરી રહી હતી.
આ પાછલા દિવસના બંધ ભાવ કરતાં આશરે ₹1,800 નો વધારો દર્શાવે છે. ટ્રેડિંગ દિવસ દરમિયાન, ચાંદી ₹2,01,388 ની ઊંચી સપાટીએ પહોંચી. ચાંદીના ભાવ પહેલીવાર ₹2 લાખને સ્પર્શ્યા.
આટલો મોટો વધારો કેમ ?
બજાર નિષ્ણાતો માને છે કે ઊંચી ઔદ્યોગિક માંગને કારણે ચાંદીના ભાવ વધી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો, સેમિકન્ડક્ટર, સોલાર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ઉદ્યોગોમાં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે, જેના કારણે માંગમાં વધારો થયો છે.