/connect-gujarat/media/media_files/2025/03/07/8p4mnh9CI1W9zFrJW0b7.jpg)
સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ 1,080 રૂપિયા વધીને 96,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો.
ગુરુવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 2830 રૂપિયા ઘટીને 95720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 180 રૂપિયા વધીને 96350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. પાછલા બજાર સત્રમાં, તે 1,930 રૂપિયા ઘટીને 96,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. છેલ્લા ઘણા સમયથી સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ચાંદીના ભાવમાં પણ જોરદાર વધારો
શુક્રવારે ચાંદીનો ભાવ પણ 1,600 રૂપિયા વધીને 97,100 રૂપિયા પ્રતિ કિલો થયો. પાછલા બંધ દિવસે ચાંદી 2,500 રૂપિયા ઘટીને 95,500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. ગુરુવારે 'આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ' નિમિત્તે સવારના સત્રમાં સ્થાનિક બજારો બંધ રહ્યા. બાદમાં, તે ફરીથી સાંજના સત્રમાં ટ્રેડ માટે ખુલ્યું.