/connect-gujarat/media/media_files/2026/02/05/scss-2026-02-05-10-40-35.jpg)
આજે 5 ફેબ્રુઆરીના રોજ જે લોકો સોનું કે ચાંદી ખરીદવા માંગે છે તેમના માટે એક ખુશખબર છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારે mcx પર સોના અને ચાંદીના ભાવમાં અનુક્રમે 6000 અને 15000 રૂપિયા જેટલો વધારો થયો હતો જે બુધવાર અને ગુરુવારે તેમાં ઘટાડો નોંધાયો છે. આજે ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ સોનાના ભાવમાં 4000 અને ચાંદીના ભાવમાં 24000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
એક બાજુ ઇન્ટરનેશલ માર્કેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે સોનામાં રોકાણને સુરક્ષિત અને મજબૂત માનવામાં આવી રહી છે. તો બીજી બાજુ સતત આવેલી તેજી પછી mcx પર ભાવમાં થયેલા ઘટાડાને લીધે મિડલ ક્લાસ ફેમિલી માટે ખરીદીમાં થોડી રાહત થઈ છે.જો તમે પણ ચાંદીમાં રોકાણ કરવા માંગો છો તો એક સમયે ઓલ ટાઈમ હાઈ ભાવ 450000 પ્રતિ કિલોના ભાવે પહોંચી ગયેલી ચનાડીના ભાવ ઘટીને હવે 258096 પ્રતિ કિલો થઈ ગયા છે.