સીએનજી વાહનચાલકો માટે ખુશખબર, અદાણી ગેસે સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની કરી જાહેરાત

વર્ષ 2026ની શરૂઆત સીએનજી વાહનચાલકો માટે ખુશખબર લઈને આવી છે. લાંબા સમયથી ભાવ વધારાનો સામનો કરી રહેલા મધ્યમ વર્ગ અને વાહન ચાલકોને મોટી રાહત

New Update
scsc

વર્ષ 2026ની શરૂઆત સીએનજી વાહનચાલકો માટે ખુશખબર લઈને આવી છે. લાંબા સમયથી ભાવ વધારાનો સામનો કરી રહેલા મધ્યમ વર્ગ અને વાહન ચાલકોને મોટી રાહત આપતા અદાણી ગેસે સીએનજીના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. અદાણીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂપિયા 1 રૂપિયા 21 પૈસાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ રૂ. 81.17 પ્રતિ કિલોગ્રામ થયો છે. નવા વર્ષની શરૂઆતમાં જ મળેલી આ રાહતથી વાહનચાલકોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. વર્ષ 2025 વાહનચાલકો માટે આર્થિક રીતે બોજારૂપ રહ્યું હતું. વર્ષ 2025 દરમિયાન અદાણીએ કુલ ચાર વખત ભાવવધારો ઝીંકયો હતો. જાન્યુઆરી 2025માં રૂ. 1.50નો મોટો વધારો કરવામાં આવ્યા હતો. ત્યારબાદ બે મહિના બાદ માર્ચ 2025માં 50 પૈસાનો વધારો અને એપ્રિલ 2025માં 40 પૈસાનો વધારો કરવામાં આવતાં વર્ષ 2025 દરમિયાન અંદાજે રૂ. 3.40 જેટલો ભાવ વધારો થયો હતો.સતત વધતા જતા મોંઘવારીના દર વચ્ચે સીએનજીના ભાવમાં થયેલો આ ઘટાડો ખાસ કરીને ટેક્સી ચાલકો, રિક્ષા ચાલકો અને રોજબરોજ અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગ માટે રાહતરૂપ સાબિત થશે.

નવું વર્ષમાં CNG અને PNG ના ઘટત ભાવોથી રાહત મળી છે. ગયા વર્ષે, 2025 માં, PNGRB (પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ) એ ગેસ પરિવહન માટે એકીકૃત ટેરિફ સિસ્ટમમાં સુધારો કર્યો હતો. આની સીધી અસર CNG અને PNG ના ભાવ પર પડી છે. દેશભરમાં CNG અને PNG ના ભાવમાં ફેરફાર થયા છે.

Latest Stories