વૈશ્વિક બજારોના મિશ્ર સેન્ટિમેન્ટ વચ્ચે ભારતીય શેરબજાર મંગળવારે પોઝિટીવ રીતે ખુલ્યું હતું અને બંને મુખ્ય સૂચકાંકો ઉછાળા સાથે ખુલ્યા હતા. ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ ધરાવતા HDFC બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતી એરટેલ જેવા શેરોમાં ઉછાળાને કારણે બજારને વેગ મળ્યો હતો.
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ ભાવથી 300 પોઈન્ટથી વધુ વધીને 80,415.47 પર ખુલ્યો હતો. અગાઉ સોમવારે તે લગભગ 1000 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી-50 પણ 24,343.30 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે સોમવારે તે 24,221.90ના સ્તરે બંધ થયો હતો.