/connect-gujarat/media/media_files/2026/02/14/10scs-2026-02-14-20-49-56.jpg)
સરકારે આસામમાં બ્રહ્મપુત્ર નદી નીચે પાણીની અંદર રોડ-રેલ ટનલ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. આ દેશની પહેલી ટનલ હશે જે રોડ અને રેલ બંને સેવાઓ પૂરી પાડશે. તેને ટ્વીન ટ્યુબ ટીબીએમ ટનલ નામ આપવામાં આવ્યું છે. એક ટનલમાં રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજામાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે. તેની કુલ લંબાઈ 33.7 કિમી છે.
મોદી કેબિનેટે શનિવારે આસામમાં બ્રહ્મપુત્ર નદી નીચે ગોહપુર અને નુમાલીગઢ વચ્ચે રેલ અને રોડ ટનલ બનાવવાને મંજૂરી આપી. પાણીની અંદર ટ્વીન-ટ્યુબ રોડ ટનલના નિર્માણથી 240 કિમીનું અંતર ઘટીને માત્ર 34 કિમી થઈ જશે. બ્રહ્મપુત્ર નદી નીચે 15.8 કિમીની ટનલ બનાવવામાં આવશે.
દેશમાં પહેલીવાર ટ્વીન-ટ્યુબ અંડર વોટર ટનલ બનાવવામાં આવી રહી છે. આ ટનલમાં વાહનો અને ટ્રેનો બંનેને ચલાવવાની સુવિધા હશે. આનાથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં સૈનિકો અને દારૂગોળાની ઝડપી અવરજવર સરળ બનશે. એક ટ્યુબમાં એક જ રેલ ટ્રેક હશે.નિષ્ણાતોના મતે તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે ટનલમાંથી ટ્રેન પસાર થઇ રહી હશે ત્યારે કોઇ બીજુ વાહન પસાર નહી થઇ શકે. તેમાં બેલિસ્ટિક ટ્રેક હશે અને ટ્રેનો વીજળીથી ચાલશે. ટનલ, એપ્રોચ રોડ અને રેલ્વે ટ્રેક સહિત સમગ્ર 33.7 કિલોમીટરના પ્રોજેક્ટનો ખર્ચ આશરે 18,600 કરોડ થશે. આ પ્રોજેક્ટને રોડ ટ્રાન્સપોર્ટ, રેલ્વે અને સંરક્ષણ મંત્રાલયો દ્વારા સંયુક્ત રીતે ખર્ચ પૂરું પાડવામાં આવશે.