/connect-gujarat/media/post_banners/13fd14d5360f3b09326ddbae56d9e494a7d80c642fdcc34198209e397e1bacea.webp)
રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે.નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે. RBIએ સૌથી મોટી ચલણી નોટ 2000 રૂપિયાની નોટ અંગે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને સર્કુલેશનથી બહાર કરી છે. ભારતીય રિઝર્વ બેંકે દેશોની બેંકને સલાહ આપી છે કે 2000 રૂપિયાના મૂલ્યની નોટને તાત્કાલિક અસરથી બહાર પાડવાનું બંધ કર્યું છે.
'ક્લીન નોટ પોલિસી' અંતર્ગત રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 2016-17થી 2021-22 સુધીનો વાર્ષિક રિપોર્ટ જણાવે છે કે, RBIએ 2016થી લઈ અત્યાર સુધી 500 અને 2000ની કુલ 6,849 કરોડ ચલણી નોટ છાપી છે. તમને જણાવી દઈએ કે 2000 હજારની નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે એક સમયે વધુમાં વધુ 10 નોટો બદલી શકાશે..
/connect-gujarat/media/post_attachments/856b287118c7026b149ff41e37cc68573661972d296f43921c81274925d02019.webp)