GPSC દ્વારા રાજ્યના વહીવટી વિભાગમાં વર્ગ 1 અને 2 અધિકારીઓની ભરતી માટે કરાઇ મોટી જાહેરાત

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વહીવટી વિભાગમાં વર્ગ 1 અને 2 અધિકારીઓની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આયોગે કુલ 244 જગ્યાઓ

New Update
gpsc

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વહીવટી વિભાગમાં વર્ગ 1 અને 2 અધિકારીઓની ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આયોગે કુલ 244 જગ્યાઓ માટે ભરતી સૂચના બહાર પાડી છે, જેના માટે ઉમેદવારો આવતીકાલ, શુક્રવારથી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતી પ્રક્રિયા ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 માટે યોજાશે.

Advertisment W3.CSS

થોડા દિવસો પહેલા ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (gujarat public service commission) દ્વારા વર્ગ 1 અને 2ની ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. હવે, GPSC દ્વારા આ નવા નિયમો હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર, gujarat public service commission (GPSC) વર્ગ-1 અને 2ની ભરતી પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે - પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા. ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પ્રિલિમ પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે મુખ્ય પરીક્ષા લેખિત સ્વરૂપમાં લેવાશે અને તેમાં ફિઝિકલ ટેસ્ટ અથવા પર્સનાલિટી ટેસ્ટનો પણ સમાવેશ થઈ શકે છે.

GPSC દ્વારા ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળી રહે તે માટે પરીક્ષા પહેલાં સિલેબસ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવારોના ઓર્ડર અને પ્રેફરન્સ સંબંધિત નિયમો પણ ગેઝેટ દ્વારા જાહેર કરવામાં આવશે.