ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD (લોકરક્ષક દળ) અને PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટીની તારીખ કરી જાહેર

પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD (લોકરક્ષક દળ) અને PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ભરતી

New Update
photo_1764677170767

પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD (લોકરક્ષક દળ) અને PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ, LRD અને PSI માટેની શારીરિક કસોટી આગામી 21 જાન્યુઆરીથી શરૂ થશે. શારીરિક પરીક્ષા રાજ્યના વિવિધ કેન્દ્રો પર યોજાશે. ઉમેદવારોને નિર્ધારિત તારીખ અને સ્થળ અંગેની વિગત કોલ લેટર દ્વારા આપવામાં આવશે. પોલીસ ભરતીને લઈને લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં આ જાહેરાત બાદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર નિયમિત અપડેટ્સ ચકાસતા રહે. 

પોલીસ ભરતી (પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી)માં તારીખ 3 ડિસેમ્બરથી તારીખ 23 ડિસેમ્બર, 2025 (11:59 PM) સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ અંગેની વિગતવારની જાહેરાત / સૂચનાઓ તા.03-12-2025ના રોજ https://ojas.gujarat.gov.in પર જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી https://ojas.gujarat.gov.in પર ઓનલાઈન કરવાની રહેશે.

Latest Stories