ગુજરાતના રેલવે સ્ટેશનો બનશે આધુનિક, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ અને ખાતર્મુહુત

New Update
ગુજરાતના રેલવે સ્ટેશનો બનશે આધુનિક, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ લોકાર્પણ અને ખાતર્મુહુત

ગુજરાતભરના અનેક રેલવે સ્ટેશનોનું અત્યાધુનિક સુવિધાઓ સાથે નવનિર્માણ પામશે. રાજ્યના સૌથી મોટા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત 9 રેલ્વે સ્ટેશન, રાજકોટ રેલવે જંકશનની સાથે જ ડિવિઝનના 12 સ્ટેશનો અને વડોદરા વિભાગના 8 રેલવે સ્ટેશનના રીડેવલોપમેન્ટના ખાતમુહૂર્ત આજે 26 ફેબ્રુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરાશે.વડોદરામાં પુનર્વિકાસ માટે પસંદ થયેલા સ્ટેશનોમાં ઉત્રાણ, સાયણ, કિમ, કોસંબા, અંકલેશ્વર રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે,

જેમાં સર્ક્યુલેટિંગ એરિયા, પાર્કિંગ, સ્ટેશન બિલ્ડિંગ સાઇનેજ, વોટર બૂથ, ટોઇલેટની સુવિધાઓમાં સુધાર થશે. પ્લેટફોર્મ પર બાંકડા અને પાણીની પરબને વધારે સારી બનાવવામાં આવશે. ઉત્રાણ સ્ટેશન પર સબ-વે બનશે. સાયણ, કિમ, અંકલેશ્વર અને મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનો પર 12 મીટર પહોળો ફુટ ઓવરબ્રિજ બનશે. સાયણ, કિમ, કોસંબા, અંકલેશ્વરમાં સરફેસને વધારે સારી બનાવાશે. ગોધરા અને અંક્લેશ્વરમાં લિફ્ટ મૂકવામાં આવશે. તમામ પુનર્વિકાસના કાર્યો માટે ઉત્રાણ માટે 7.89 કરોડ, સાયણ માટે 31.54 કરોડ, કિમ અને કોસંબા દરેક માટે 26.60 કરોડ, અંકલેશ્વર માટે 39.80 કરોડ, ગોધરા માટે 6.18 કરોડ, કરમસદ માટે 7.13 કરોડ રૂપિયા અને મહેમદાવાદ ખેડા રોડ માટે 28.36 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

Latest Stories