Connect Gujarat
દેશ

હમાસે ઇજિપ્ત અને કતારની મધ્યસ્થી દ્ધારા રજૂ કરાયેલ યુદ્ધવિરામ પ્રસ્તાવને કર્યો સ્વીકારી, સાત મહિનાથી ચાલેલા યુદ્ધનો આવશે અંત

હમાસે ઇજિપ્ત અને કતારની મધ્યસ્થી દ્ધારા રજૂ કરાયેલ યુદ્ધવિરામ પ્રસ્તાવને કર્યો સ્વીકારી, સાત મહિનાથી ચાલેલા યુદ્ધનો આવશે અંત
X

હમાસે ઇજિપ્ત અને કતારની મધ્યસ્થી દ્ધારા રજૂ કરાયેલ યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. આ યુદ્ધવિરામ પ્રસ્તાવ મુજબ ગાઝામાં ઈઝરાયલ સાથે સાત મહિનાથી ચાલેલા યુદ્ધનો અંત આવશે. સોમવારે હમાસે આ પ્રસ્તાવને લઈને એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેના પોલિટિકલ બ્યુરો ચીફ ઈસ્માઈલ હનિયેહે કતારના વડાપ્રધાન અને ઈજિપ્તના ઈન્ટેલિજન્સ વિભાગના મંત્રીને કહ્યું છે કે હમાસે યુદ્ધવિરામ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, હમાસના પોલિટિકલ બ્યુરો ચીફ ઈસ્માઈલ હનિયેહે કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થની અને ઈજિપ્તના ઈન્ટેલિજન્સ વિભાગના મંત્રી અબ્બાસ કામેલને ફોન કર્યો અને યુદ્ધવિરામ પ્રસ્તાવને મંજૂર કરવાની વાત કરી હતી. જો કે આ પ્રસ્તાવ પર હજુ સુધી ઈઝરાયલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Next Story