/connect-gujarat/media/media_files/dCQjQmZSaZ1HdFzHBi06.jpg)
હાથરસ નાસભાગના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરને CJM કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. કોર્ટમાં મીડિયાનો મેળાવડો હતો. મીડિયાથી બચવા માટે પોલીસે મધુકરને પાછલા દરવાજેથી ભગાવ્યો અને પછી તે પડી ગયો હતો.
પોલીસકર્મીઓએ તેને ઝડપથી સંભાળ્યો અને જીપમાં લઈ ગયા.મધુકર અને તેના અન્ય સહયોગી સંજીવ યાદવને અલીગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે પોલીસે મધુકરને મેડિકલ ચેકઅપ માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યારે તે બહાર આવ્યો તો તેનું મોઢું રૂમાલથી બાંધેલું હતું. મીડિયાકર્મીઓએ તેમને ઘણા પ્રશ્નો પૂછ્યા, પરંતુ દેવ પ્રકાશે કોઈ જવાબ આપ્યો નહીં. દેવ પ્રકાશની શુક્રવારે રાત્રે દિલ્હીના નજફગઢથી ધરપકડ કરવામાં આવી હતી.