દિલ્હી જળસંકટને લઈ આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કોર્ટે સરકારને લગાવી ફટકાર

દિલ્હી જળ સંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 12 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. સોમવારે કોર્ટે અરજીમાં રહેલી ખામીઓને દૂર ન કરવા બદલ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું- કોર્ટના પગલાંને હળવાશથી ન લો.

Supreme Court

જળસંકટ

New Update
દિલ્હી જળ સંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 12 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. સોમવારે કોર્ટે અરજીમાં રહેલી ખામીઓને દૂર ન કરવા બદલ દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું- કોર્ટના પગલાંને હળવાશથી ન લો.જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની વેકેશન બેંચે કહ્યું કે દિલ્હી સરકારની અરજીમાં ખામીને કારણે રજિસ્ટ્રીમાં એફિડેવિટ સ્વીકારવામાં આવી રહ્યાં નથી. કોર્ટે દિલ્હી સરકારના વકીલને પૂછ્યું કે, તમે અરજીમાંની ભૂલો કેમ ન સુધારી? અમે અરજી ફગાવી દઈશું. છેલ્લી સુનાવણી દરમિયાન આ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું અને તમે ખામી સુધારી નથી.
કોર્ટે કહ્યું કે તમારો કેસ ગમે તેટલો મહત્ત્વપૂર્ણ હોય, કોર્ટના પગલાને હળવાશથી ન લો. તમે સીધા જ કોર્ટમાં ઘણા બધા દસ્તાવેજો સબમિટ કરો છો અને પછી કહો છો કે તમે પાણીની અછતથી પીડિત છો અને આશા રાખો છો કે આજે જ ઓર્ડર પસાર થઈ જશે. તમે ઈમરજન્સીની વાત કરો છો અને તમે પોતે આરામથી બેઠા છો. બધું રેકોર્ડ પર રહેવા દો. હવે અમે 12 જૂને કેસની સુનાવણી કરીશું.કોર્ટે કહ્યું કે અમે સુનાવણી પહેલા ફાઈલો વાંચવા માંગીએ છીએ કારણ કે અખબારમાં ઘણી બધી વાતો કહેવામાં આવી રહી છે. જો અમે ફાઇલો નહીં વાંચીએ તો અખબારોમાં જે પણ અહેવાલો આવે છે તેનાથી અમે પ્રભાવિત થઈશું. આ કોઈપણ પક્ષ માટે સારું નથી
#સુપ્રીમ કોર્ટ #દિલ્હી #જળસંકટ
Here are a few more articles:
Read the Next Article