Connect Gujarat
દેશ

UP-બિહારમાં હિટવેવે વર્તાવ્યો કાળો કહેર, 101 લોકોના મોત થયા હોવાનો દાવો

એક તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી આકરી ગરમી યથાવત છે.

UP-બિહારમાં હિટવેવે વર્તાવ્યો કાળો કહેર, 101 લોકોના મોત થયા હોવાનો દાવો
X

એક તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી આકરી ગરમી યથાવત છે. બંન્ને રાજ્યોમાં હીટ વેવથી અનેકના મોત થયા છે. જેમાં યુપીના બલિયામાં છેલ્લા 4 દિવસમાં 57 લોકોના મોત થયા છે. તો બિહારમાં 24 કલાકમાં 44 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 35 લોકોએ એકલા પટનામાં જીવ ગુમાવ્યા છે. યુપીમાં મોતનું કારણ જાણવા માટે આરોગ્ય વિભાગની એક ટીમ લખનૌથી બલિયા પહોંચી છે. આ દરમિયાન દેશના 5 રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

CMO જયંત કુમારે જણાવ્યું હતું કે, રેકોર્ડ મુજબ 54 મૃત્યુમાંથી 40% દર્દીઓને તાવ હતો જ્યારે 60% અન્ય રોગોથી પીડિત હતા.જિલ્લામાં હીટ સ્ટ્રોકના કારણે અત્યાર સુધીમાં માત્ર બે લોકોના મોત થયા છે.CMS યાદવે જણાવ્યું કે, હોસ્પિટલ પર દબાણ વધી રહ્યું છે.અહીં દરરોજ 125-135 દર્દીઓ દાખલ થઈ રહ્યા છે.

Next Story