વહેલી સવારથી જ દિલ્હીમાં વરસાદની હેલી

દેશ | Featured | સમાચાર આજે સવારથી જ દિલ્હીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સતત બીજા દિવસે આજે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.ગામી પાંચ દિવસ દરમ્યાન પશ્ચિમ કિનારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

New Update
વરસાદ

આજે સવારથી જ દિલ્હીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સતત બીજા દિવસે આજે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 

 ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમ્યાન પશ્ચિમ કિનારે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

 હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું કે ગુજરાત , ગોવા, તામિલનાડુ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ ના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે.

 સોમવારે સાંજે દિલ્હીમાં વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. અને લૂટિયન્સ દિલ્હી સહિત કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. આજે પંજાબ,હરિયાણા, અને પશ્ચિમ ઉતર પ્રદેશમાં હીટવેવની સંભાવના છે.

આ સિવાય હિટવેવ પણ નહીં રહે . આવી સ્થિતિમાં લોકોને ગરમીથી રાહત મળી શકે છે. 

Latest Stories