અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની કરાઇ આગાહી, ઓડિશામાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

બંગાળની ખાડીમાં બનેલું નીચું દબાણ એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી ગયું છે અને ઝડપથી દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ

New Update
2 varsad

બંગાળની ખાડીમાં બનેલું નીચું દબાણ એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી ગયું છે અને ઝડપથી દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેના તાજેતરના બુલેટિનમાં ચેતવણી જારી કરી છે, જેમાં જણાવાયું છે કે ગુરુવાર મોડી રાત (2 ઓક્ટોબર) સુધીમાં વાવાઝોડું ઓડિશા અને નજીકના આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજના દિવસે ઓડિશામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.       

અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 

હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડાની અસર ફક્ત દરિયાકાંઠાના રાજ્યો સુધી મર્યાદિત રહેશે નહીં. આગામી પાંચ દિવસમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, પૂર્વી મધ્યપ્રદેશ અને પૂર્વી ઉત્તરપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાશે. IMD એ આ રાજ્યો માટે ચેતવણી જારી કરી છે.

વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને ઓડિશામાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારથી રાજ્યના દરિયાકાંઠા અને દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. પરિસ્થિતિનો સામનો કરવા માટે, રાજ્ય સરકારે પહેલાથી જ સંવેદનશીલ જિલ્લાઓમાં બચાવ ટીમો અને જરૂરી મશીનરી તૈનાત કરી દીધી છે. હવામાન વિભાગે આજે રાજ્યના તમામ 30 જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.

Latest Stories